Huaweiની સબ બ્રાન્ડ Honorનો નવો સ્માર્ટફોન આજે લોન્ચ
Huaweiની સબ બ્રાન્ડ Honorનો નવો સ્માર્ટફોન આજે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. Honor કંપનીએ Honor 9 Liteને લોન્ચ કરી દીધો છે, જેમાં રિયર અને ફ્રન્ટ બંને સાઇડ 2-2 ડ્યૂઅલ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનને બ્લેક, બ્લ્યૂ અને ગ્રે કલરમાં 2 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 3GB RAM/32GB અને 4GB RAM/64GB આ બે વેરિયન્ટમાં ફોનને લોન્ચ કરવામાં આવ્યો છે.
4GB RAM/64GB વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે 3GB RAM/32GB વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. રિયર અને ફ્રન્ટ બંને બાજુ 13MP+2MP કેમેરા આપવામાં આવ્યા છે. 21 જાન્યુઆરીથી ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર આ ફોન ખરીદી શકાશે.
Comments
Post a Comment